રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી ગઈ છે. કોંગ્રેસ (Congress) માં અત્યાર સુધી પાંચ રાજીનામા પડી ગયા છે. આ રાજીનામાથી પાર્ટી હચમચી ગઈ છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મીડિયા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાંથી હજી પણ આજે બીજા રાજીનામા પડી શકે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. અધ્યક્ષે રાજીનામા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે. હજી ઘણા ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાવા ઇચ્છુક છે.