સુરત મહાનગરપાલિકાના બજેટમાં સ્માર્ટ સુરત સાથે સાથે તંદુરસ્ત સુરત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં કુપોષણ નિવારવા માટે સુરત મ્યુનિ. અને ગુજરાત સરકાર સઘન કામગીરી કરી રહી છે પરંતુ સુરતમાં કુપોષણનો ગ્રાફ ઘટવાના બદલે વધી રહ્યો છે. સુરત મ્યુનિ. દ્વારા આપવામા આવેવી આર.ટી.આઈ.માં 1600 કુપોષિત બાળકો ગત વર્ષની સરખામણીમાં વધ્યા હોવાનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે.