રસ્તા પરથી પૂરપાટ ઝડપે પસાર થતા વાહનો પંચમહાલ જિલ્લામાં ચિંતાનું કારણ બન્યાં છે..પંચમહાલ જિલ્લામાં 1407 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે..જો કે તેમાંથી 100 ઉપરાંત શાળાઓ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેની લગોલગ આવેલી છે..જેથી આ શાળાઓમાં અભ્યાસાર્થે જતાં વિદ્યાર્થીઓના માતા-પિતા સતત ચિંતામાં રહે છે. વિદ્યાર્થીઓ સાથે કોઇ અઘટીત ઘટના ન બને તે માટે કેટલીક શાળામાં શિક્ષકો વધારાનો સમય ફાળવીને પણ વિદ્યાર્થીઓને રસ્તો ક્રોસ કરાવે છે..પંચમહાલ જિલ્લાના કેટલાંક ગામમાં આવા દ્રશ્યો સામાન્ય બની ગયાં છે.. જો આ વિદ્યાર્થીઓ માટે રોડ રક્ષક સમાન આ શિક્ષકો ના હોત તો કદાચ આ શાળાઓમાં વિદ્યાર્થીઓની પૂરતી હાજરી પણ ન હોત..શિક્ષકોની કામગીરી ચોક્કસથી બિરદાવવા લાયક છે..પણ રાજ્ય સરકાર પણ આ મામલે ત્વરિત કામગીરી કરે તે જરૂરી છે..