પાટણ જિલ્લા માં કમોસમી માવઠું થવા ને પગલે ખેડૂતો ના ઉભા પાક ને ભારે નુકશાન થવા પામ્યું છે જેને લઇ ખેડૂતો ની હાલત દયનિય દશામાં મુકાઈ જવા પામી છે તો બીજી તરફ સરકાર દ્વારા જે 700 કરોડ ની સહાય જાહેર કરવામાં આવી છે તેનું સર્વે કરવામાં નથી આવ્યું જે ને લઇ ખેડૂતો બે હાલ બનવા પામ્યા છે તો સાથે એક બાજુ કુદરતી માર તો બીજી તરફ નુકસાન નો માર પડી રહ્યો છે ત્યારે ખેડૂતોએ પાક વીમો ભર્યો હોવા છતાં ખેડૂતો ને નથી ચુકવવામાં આવ્યું વળતર ત્યારે રવી સિઝન માટે ખેડૂતો દ્વારા પાક ધીરાણ ની લોન લેવા જતા યુનિયન બેંક રાધનપુર દ્વારા પાક ધીરાણ ની ફાઇલ મંજુર કરાવવા લાખે દસ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરી આજે ખેડૂતોએ બેંક ખાતે આવી કર્યો હતો હોબાળો તો બીજી તરફ બેંક ના મેનેજર ને આ મામલે પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે જે ખેડૂત નું બેંક લેણું બાકી હોય તેમ ની વસુલાત બાકી હોવાના પગલે પાક ધીરાણ ની લોન આપતા નથી અને જે પાક નુકશાન ના વળતર ની વાત છે તેમાં વીમા કંપની ને વળતર ચૂકવવાનું હોય છે બાકી ના આક્ષેપો જે કરવામાં આવ્યા છે તે ખોટા હોવાનું જણાવી રહ્યા છે.