પાટણ જિલ્લા માં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી માવઠું થતા ખેડૂતો ના પાક ને ભારે નુકસાન થવા પામ્યું છે ખેતરો માં પાણી ભરાઈ જતા કપાસ , ઘાસ ચારો ,એરંડા, બાજરી સહિત ના પાક ને ભારે નુકસાન થતા ખેડૂતો ની હાલત દયનિય સ્થિતિ માં મુકાઈ જવા પામી છે ત્યારે સરકાર દ્વારા પાક નિકસન સામે 700 કરોડ નું સહાય જાહેર કરી છે પરંતુ ખેડૂતો એ પાક વાવણી સમયે કરેલ ખર્ચ સામે સહાય યોગ્ય ના હોવાનું જણાવી રહ્યા છે સાથે જે પાક નુકસાન ની સર્વે ની કામગીરી પણ હજુ સુધી થવા પામી નથી જે ને લઈ ખેડૂતો ભારે મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યા છે.