પાટણ જિલ્લાની સૂકી નદી ગણાતી સરસ્વતીમાં ઉપરવાસમાંથી 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતાં પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યોએ સરસ્વતી નદી પર પહોંચીને નવા નીરનાં વધામણાં કર્યાં હતાં.