દેશમાં લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપુત સરદાર સાહેબની આ વર્ષની જન્મ જયંતી દેશ માટે ખુબ જ મહત્વની છે. જો કે આ વખતની જન્મ જયંતી એટલા માટે મહત્વની છે કારણ કે એકતા દિવસની ઉજવણી સેંકડો આઇએએસ અને આઇપીએસ તથા આઇએફએસ અધિકારીઓની હાજરી હશે. અહીં તેમનો દિક્ષાંત સમારોહ આયોજીત થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક નવા આકર્ષણોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાનાં છે.