પીએમ મોદીનો બાળકો સાથેનો પ્રેમ દરેક કાર્યક્રમ, દરેક પ્રસંગમાં ઝળકાઈ આવે છે. ભારે ભીડ વચ્ચે પણ તેઓ બાળકોને વ્હાલ કરતા નજરે ચઢતા હોય છે, તો ક્યારેક ખોળામાં ઉપાડીને રમાડતા જોવા મળ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કેન્દ્રમાં વોટ આપતા પહેલા તેમનો અનોખો બાળપ્રેમ જોવા મળ્યો હતો. આ બાળક બીજું કોઈ નહિ, પણ અમિત શાહની પૌત્રી હતી. પીએમ મોદી મતદાન કરતા પહેલા અમિત શાહની પૌત્રી પર વ્હાલ વરસાવતા જોવા મળ્યા હતા.