પંજાબના ફિરોઝપુરમાંથી બીએસએફએ આજે એક યુવકની જાસૂસી કરવાના આશંકા હેઠળ ધરપકડ કરી છે. યુવકની ઉંમર 21 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે અને હાલ બીએસએફ અને અન્ય એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ થઈ રહી છે. મળતી માહિતી મુજબ યુવક પાસે પાકિસ્તાની ફોન નંબરોવાળો એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.