રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. આ સરકારના રાજમાં અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. દેશ બરબાદ થઈ રહ્યો છે. સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સલાહ લેવી જોઈએ. રાજકોટની શાળામાં દારૂ મળવા અંગે નિવેદન આપ્યું, તેમજ ગુજરાતમાં દારૂબંધી અંગે નિવેદન આપતા કહ્યું કે, હું મારા અગાઉના નિવેદનને વળગી રહ્યો છું. અગાઉ પણ મેં એજ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ મલે છે. પણ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું હતું. રૂપાણીએ રાજકીય રંગ આપવા ખોટી રીતે રજૂ કર્યું હતું.