રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ, પક્ષમાં 99 તો વિરોધમાં 84 મત પડ્યા
લોકસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયા પછી મંગળવારે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. અહીં સૌથી પહેલા બિલને પસંદગી સમિતિને મોકલવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેની તરફેણમાં 84 જ્યારે વિરોધમાં 100 વોટ પડ્યા હતા. ત્યાર પછી ટ્રિપલ તલાક બિલને પસાર કરવા માટે મતદાન યોજાયું હતું. જેમાં બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આમ, બહુમત સાથે આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું.