દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં 13 વર્ષની કિશોરીની રૂપિયા બાબતે સોદેબાજી થઈ છે. કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પંથકમાં ચકચાર મચી છે. છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો વીડિયોમાં કેદ થઈ છે. કન્યાના વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે. રેશનકાર્ડમાં દર્શાવેલી વિગત મુજબ ગમાર હસાભાઇ ગલબાભાઇના પરિવારમાં 13 વર્ષીય સગીરા પણ છે. જન્મતારીખના પત્ર મુજબ આજે 15 વર્ષની ઉંમરે પહોંચી છે. લગ્નની સોદાબાજી થઈ હોવાના તસવીરો અને વીડિયો સહિતની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.