રાજકોટ જિલ્લાની ભાગોળે આવેલા થોરાળા-ભાવનગર રોડ પર એક ખેતર આવેલું છે. જેમાં સંજયભાઇ નામના ખેડૂત પ્રાકૃતિક ખેતીથી મબલખ કમાણી કરી રહ્યા છે. જીં હા... આ યુવાન પ્રગતિશિલ ખેડૂત તરીકે ઉભરી આવ્યો છે. લીઝ ઉપર 25 વીઘા જમીન લઇને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી  42 વર્ષની ઉંમરે બાગાયતી ખેતીમાં સફળતા હાંસલ કરી છે.