હવે બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સીની કરી શકશો લેણદેણ
સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી ( Cryptocurrency) ના ટ્રેડિંગને લીલી ઝંડી આપી છે. કોર્ટે RBI દ્વારા લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બેંકિંગ લેવડદેવડમાં બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના આરબીઆઈના આદેશને હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આ ખુબ કડક પગલું છે. આ મામલે દાખલ થયેલી અરજીઓમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ આરબીઆઈએ પોતાના તરફથી આદેશ બહાર પાડ્યો છે.