બંધારણની કલમ 35એને 14મી મે 1954માં રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં જગ્યા મળી હતી. બંધારણ સભાથી લઈને કોઈ પણ કાર્યવાહીમાં ક્યારેય કલમ 35એનો બંધારણનો ભાગ બનવાના સંદર્ભમાં કોઈ બંધારણ સંશોધન કે બિલ લાવવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. કલમ 35એને લાગુ કરવા માટે તત્કાલિન સરકારે કલમ 370 હેઠળ પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કર્યો હતો. 14મી મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવી કલમ 35એ ઉમેરાઈ.