ટ્રમ્પ - મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમને ધ્યાને રાખીને અત્યારથી જ સ્ટેડિયમની અંદર અને બહાર 300 પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ તહેનાત કરી દેવાયા છે. 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગમે તે દિવસે મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવવાના હોવાથી તે માટે બહારથી આવનારા પોલીસ અધિકારીઓ માટે જુદા જુદા વિસ્તારોમાં હોટેલમાં રૂમો બુક કરવાની વરદી જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપાઈ છે.