સતત 12માં વર્ષે કાંકરિયા કાર્નિવલનો આજે રંગેચંગે પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી કાર્નિવલનો શુભારંભ કરાવ્યો છે. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી 32 બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. તેની સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા.