મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્ય નીતેશ રાણેની દાદાગીરી સામે આવી છે. નીતેશ રાણેએ સડક એન્જિનિયર સાથે મારામારી કરી તેના પર કિચડ ફેંક્યો છે. નીતેશ રાણે ગુરૂવારે કણકવલી પાસે આવેલા હાઈવેના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં હાઇવે પર ખાડા જોવા મળતા નીતેશ રાણે એન્જિનિયર પર ભડક્યા હતા. આ મામલામાં નીતેશ રાણેની ધરપકડ પણ કરવામાં આવી છે.