વડોદરાના કીર્તિ સ્તંભ ખાતે એસટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. હકીકતમાં ઘણા સમયથી બસ અનિયમિત હોવાના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ પ્રવર્તતો હતો. આ સંજોગોમાં ફરી બસ સમયસર ન આવતા અને બસની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થી બેસાડાતા તેમણે હોબાળો મચાવ્યો હતો. અહીં વિદ્યાર્થીઓએ 2 કલાક સુધી બસને રોકી વિરોધ કર્યો હતો.