સુરત મનપાની હદના વિસ્તરણનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે અને સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે 18 ગામ, એક ફળિયું અને બે નગરપાલિકાનો મનપામાં સમાવેશ કરાશે. આ દરખાસ્તને બે વખત રીફરબેક કરાઈ હતી. આ નિર્ણયને પગલે બે લાખની વસ્તી અને 170 કિમી વિસ્તાર વધશે.