મહેસાણાના વિસનગરમાં શેઠ સી.એન. કોલેજમાં હોબાળો મચ્યો છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની છેડતી થતા આખું કેમ્પસ માથે લીધું છે અને મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિસનગરની શેઠ સી .એન કૉલેજના પટાવાળાએ છેડતી કર્યાની ઘટના ને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓનો ગુસ્સો કોલેજના પટાવાળા વિરૂદ્ધ વધી ગયો હતો. અહીં 45 વર્ષીય પટાવાળાએ વિદ્યાર્થીની છેડતી કરી હતી જેના પગલે માહોલ ગરમાયો હતો. આ હોબાળો થતા પટાવાળો ત્યાંથી ભાગી ગયો હતો.