ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સ ગ્રુપ-Aનું પરિણામ 78.92 ટકા, ગ્રુપ-Bનું પરિણામ 67.26 ટકા અને ગ્રુપ-ABનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. ત્યારે ગત વર્ષની જેમ પણ આ વર્ષે વિદ્યાર્થીઓને પાછળ છોડીને વિદ્યાર્થીનીઓ આગળ નીકળી ગઇ છે. આ પરિણામ પછી અમદાવાદ અને રાજકોટના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરાઈ છે.