આજે IMA સાથે સંકળાયેલા ડોકટરો 24 કલાક માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના 9 હજાર સહિત રાજ્યના 28 હજાર જેટલા ડોકટરો કામકાજથી દૂર રહેશે. સવારે 6 વાગ્યાથી દેશભરમાં 3 લાખ ડોકટરો કામકાજથી અળગા રહેશે. જુનિયર ડોકટરોનું પણ એલાનને સમર્થન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈમરજન્સી સેવા ડોકટરો દ્વારા રાબેતા મુજબ અપાશે.NMC બિલ રજૂ થતા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું વજૂદ જોખમાયું છે. બિલમાં કરાયેલ સુધારાઓ મુજબ હોમિયોપેથીક અને આયુર્વેદિક ડોકટર પણ એલોપેથીક પ્રેક્ટિસ કરી શકશે. NMC બિલ આવશે તો મેડિકલ શિક્ષણ - સેવા મોંઘી થશે.