રાજ્યની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાધનપુર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ છે. રાધનપુર બેઠક પર 2.69 લાખ મતદારો આજે 326 કેન્દ્રો પર મતદાન કરશે. આ બેઠક બંને પક્ષો માટે મહત્વની હોવાથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારોએ મતદારોને પોતાની બાજુ કરવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ગુપ્ત બેઠકોનો દોર પણ યોજાયો હતો. જેમાં પોતાને મત આપવાની અપીલ કરાઈ હતી.