દેશભરમાં ટેક્સ સંબંધિત પેંડિગ કેસને નીપટાવવા ટેક્સ ટ્રિબ્યુનલ મોટું પગલું લેવા જઇ રહ્યું છે. ટેક્સ સંબંધિત બાકી રહેલા કેસ કેવી રીતે ઝડપી પુરા કરવા તેને લઇને મંથન કરવામાં આવશે. આ માટે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ, સીબીડીટીના સભ્ય, રાજ્યોના હાઇકોર્ટના પ્રતિનિધિઓ મંથન કરશે. શુક્રવારથી શરૂ જવા જઇ રહેલી 2 દિવસની મુલાકાતમાં ટેક્સના મામલા કેવી રીતે જલ્દીથી પુરા કરી શકાય તે અંગે ચર્ચા થશે. એટલું જ નહીં, આ બેઠકમાં કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકરપ્રસાદ પણ ઉપસ્થિત રહેશે. દેશભરમાં ટેક્સ ટ્રિબ્યુનલમાં કુલ 89 હજાર કરતાં વધારે કેસ પેન્ડિંગ છે. ત્યારે બાકી રહેલા કેસ જલ્દીથી પુરા કરવા માટે વિચાર વિમર્શ થશે.