ટ્રમ્પ ભારતમાં આપશે ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ
જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકના હ્યુસ્ટનમાં `હાઉડી મોદી` ના નામે સફળ કાર્યક્રમ આપ્યો હતો તેવો જ કાર્યક્રમ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં કરી શકે છે... એક રાષ્ટ્રીય અખબારના અહેવાલ મુજબ આ કાર્યક્રમ આવતા મહિને ફેબ્રુઆરીમાં અમદાવાદમાં યોજાય તેવી શક્યતા છે..જેમાં ટ્રમ્પની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહી શકે છે....ભારતીય મૂળના અમેરિકામાં રહેતા લોકો ત્યાની ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવે છે અને આથી જ વેપાર વાણીજ્ય સાથે આ પ્રકારનો કાર્યક્રમ ટ્રમ્પની પાર્ટીને ફાયદો કરાવશે તેવું જાણકારોનું કહેવું છે...ટ્રમ્પની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે ટૂંકા ગાળાની ટ્રેડ ડીલ પણ સાઈન કરશે અને આ રીતે ભારત અમેરિકા વેપાર વાણીજ્યમાં એક ડગલું આગળ વધશે.