જુઓ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કેવી રીતે કરી 15 વર્ષના વિવેક દાસની મદદ
વધુ એક વાર Zee 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે. ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષીય વિવેકે પોતાના ભાઈ અને બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે અનેક પ્રયત્ન કર્યા. સચિવાયલ ખાતે પણ તે મદદ માટે પહોંચ્યો હતો, અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ સચિવ, જુદા જુદા ધારાસભ્યો, સાંસદો અને ભાજપના પદાધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.જે અંગે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો. Zee 24 કલાકના અહેવાલ બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બાળકના ભાઈ અથવા બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવાનું જણાવ્યું હતું. ત્યારે હવે કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરની મદદથી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ વિવેકનું સ્વપ્નું પૂર્ણ કરવામાં મદદ કરી છે. જેના પરિણામરૂપે વિવેક દાસના 12 વર્ષીય ભાઈને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો છે. ઉંમર અને કદમાં નાના એવા 15 વર્ષીય વિવેક દાસે PMO સુધી પણ મદદ માટે ગુહાર લગાવી હતી, અને પીએમ જીત બાદ અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં મળવાની કોશિશ પણ કરી હતી. PMO તરફથી 25 જુલાઈ સુધીનો સમય માગવામાં આવ્યો હતો પરંતુ PMO તરફથી મદદ મળે તે પહેલાં જ વિવેકના 12 વર્ષીય ભાઈને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળી ચુકી છે.