ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાની જગ્યાએ અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપતો હોવાનો મામલે ગોંડલની MB કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. પ્રિન્સિપાલને પણ આજે પૂરવાઓ સાથે યુનિવર્સિટીમાં બોલાવવામાં આવ્યા છે. કોઈ રાજકીય દબાણ નથી. અગાઉ આજ કેન્દ્ર પર 26 જેટલા કોપી કેસ કરવામાં આવેલા છે. આજે હિયરિંગમાં તમામ પુરાવાઓ તપાસવામાં આવશે.