સુરત શહેરનાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. જો કે વેવાણનાં પતિએ તેમને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે મહિલાનાં પિતા તેને લેવા માટે પહોંચ્યા છે. જો કે વેવાણ પોલીસ સ્ટેશને આવ્યા હોવાની વાત ફેલાતા જાણે કોઇ મોટી સેલેબ્રિટી આવી હોય તે પ્રકારે કુતુહલવશ સેંકડો લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થવા લાગ્યા છે. બંન્નેના પ્રેમ પ્રકરણમાં બંન્ને સમજુતીથી છુટા પડ્યા હોવાનું પણ વિજલપોર પોલીસને નિવેદનમાં તેમણે જણાવ્યું છે.