વડોદરા : જેલમાં બેઠા બેઠા કુખ્યાત ગોવા રબારીએ પારુલ યુનિવર્સિટીમાંથી માંગી ખંડણી
વડોદરામાં કુખ્યાત ગોવા રબારી ફરી વિવાદમાં આવ્યો છે. ગોવા રબારીના બે સાગરીતોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. એક કરોડની ખંડણી માંગતા બંનેની ધરપકડ કરાઈ છે. પારુલ યુનિવર્સિટીના સંચાલક પારુલ પટેલ પાસેથી બંને સાગરીતોએ ખંડણી માંગી હતી. તો ચોંકાવનારી બાબત એ છે કે, ગોવા રબારીએ જેલમાં બેઠા બેઠા ખંડણી માંગી હતી. બીલ ગામમાં ચાલતા બાંધકામ અટકાવી દેવાની ધમકી પણ આપી હતી. ક્રેટા અને ફોરચ્યુનર કાર સાથે પોલીસે તેના સાગરીતો પાસેથી 35 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ગોવા રબારીના સાગરીત અનુપ ગઢવી અને લાલુ ભરવાડની ધરપકડ કરાઈ છે.