લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતા જ દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યના વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટની બહુમતી સાથે જીત થતા વડોદરામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વડોદરાના વેપારીએ આ જીતની ઉજવણી અનોખી રીતે કરી.વડોદરાના હરણી સંગમ રોડ પર દુકાન ધરાવતા વેપારીએ સ્થાનિકોને ખમણ ખવડાવી પોતાની ખુશી વ્યક્ત કરી.