દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 100થી વધુ કેસ સામે આવ્યા છે. તો બે લોકોના મોત પણ થયા છે. કેન્દ્ર સરકાર તથા રાજ્યની સરકારો કોરોના વાયરસનો સામનો કરવા માટે અનેક પગલાંઓ લઈ રહી છે. દેશના અનેક રાજ્યોમાં શાળા, કોલેજો, સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા છે.