અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં એક પતિએ પત્ની અને દીકરી સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, સમયસર લાઇટ બિલ ન ભરતા કનેક્શન કપાઇ ગયું હતું. જેથી મોડી રાત્રે આ મામલે પત્ની સાથે પતિને તકરાર થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને દસ્તા વડે ફટકારતા તેને માથામાં સાત ટાંકા આવ્યા હતા. ઉપરાંત દિકરીએ પણ કપડાં ધોવાના ધોકેણા વડે પિતા પર હુમલો કર્યો હતો. આ મામલે પતિએ પત્ની અને દિકરી સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.