Video : શહીદોને મદદ કાજે રાજકોટવાસીઓએ ઢગલાબંધ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા
રાજકોટમાં કૃષ્ણ સંગઠન યુવા ગ્રુપના યુવાનો દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાના મવા ચોકમાં લોક ગાયક રાજભા ગઢવીનો ડાયરા યોજાયો હતો. ત્યારે ડાયરામાં એકત્ર થયેલા રૂપિયાને શહીદોના પરિવારને આપવાનું નક્કી કરવામાં આવ્યું. ગઇકાલે યોજાયેલા ડાયરામાં રાજકોટની 5000થી વધુ જનતા ઉપસ્થિત રહી હતી અને ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકોએ શહીદોને મદદ કાજે ઢગલાબંધ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા હતા. આ તમામ રૂપિયા શહીદોના પરિવારને સોંપવામાં આવશે. સાથે જ ડાયરાના અંતે 5000થી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજકોટમાં કૃષ્ણ સંગઠન યુવા ગ્રુપના યુવાનો દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિના ભાગ રૂપે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાના મવા ચોકમાં લોક ગાયક રાજભા ગઢવીનો ડાયરા યોજાયો હતો. ત્યારે ડાયરામાં એકત્ર થયેલા રૂપિયાને શહીદોના પરિવારને આપવાનું નક્કી કરવામાં આવ્યું.
ગઇકાલે યોજાયેલા ડાયરામાં રાજકોટની 5000થી વધુ જનતા ઉપસ્થિત રહી હતી અને ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. લોકોએ શહીદોને મદદ કાજે ઢગલાબંધ રૂપિયા ડાયરામાં ઉડાવ્યા હતા. આ તમામ રૂપિયા શહીદોના પરિવારને સોંપવામાં આવશે. સાથે જ ડાયરાના અંતે 5000થી વધુ લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.