સુરતના સારોલીમાં આવેલી રઘુવીર કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગ હજૂ બેકાબૂ છે. ફાયર વિભાગની 50થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ત્યારે સવાલ એ છે કે, વારંવાર કેમ સુરતમાં આગ લાગવાના બનાવો બની રહ્યાં છે. તાજેતરમાં 8 જાન્યુઆરીએ પણ આ જ બિલ્ડીંગમાં આગ લાગી હતી.