Zee Impact: ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું પાણી
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાણી માટે જોવી પડેલી રાહ હવે પૂરી થઈ છે.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા પૂરતું લેવલ સાબરમતીમાં થતા આજે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.ઉલ્લેખનીય છે કે 131.50 ફૂટ સપાટી થાય ત્યાર પછી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા અંગે ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું.ત્યારે સિંચાઈ વિભાગ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.જેને લઈ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોને રાહત મળી.