રાષ્ટ્ર વિરોધી ટિપ્પણી બદલ ફાર્મા કંપનીના બે કર્મચારીઓ સસ્પેન્ડ
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કાયરતા પૂર્વક હુમલો કરતા સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા છે. આ આતંકી કૃત્યના કારણે શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશવાસીઓ રોષે ભરાયા છે અને પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદની ઝાયડ્સ અને મુંબઇની મેકલોડ્સ ફાર્માના બે કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી ટીપ્પણી કરતા નોટિસ ફટકારવામાં આવી છે તેમજ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.