નવી દિલ્હી: ટ્વિટર (Twitter)એ 1.7 લાખથી વધુ ખાતાઓ પર કાર્યવાહી કરી છે. આ એવા ટ્વિટર એકાઉન્ટ હતાં જે ચીનના પ્રોપગેન્ડાને આગળ ધપાવી રહ્યા હતાં. આ ટ્વિટર એકાઉન્ટથી ચીની સરકારના સમર્થનમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. જેને જોતા ટ્વિટરે ગુરુવારે આ એકાઉન્ટ બંધ કરી દીધા. સોશિયલ મીડિયા કંપનીની સાથે કામ કરતા વિશેષજ્ઞોનું કહેવું છે કે સંબંધિત એકાઉન્ટથી હોંગકોંગના વિરોધ પ્રદર્શન અને COVID-19 પર પોસ્ટ થતી હતી. ટ્વિટરે કહ્યું છે કે આ એકાઉન્ટ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને અનુકૂળ જિયોપોલિટિકલ નરેટિવ ફેલાવી રહ્યાં હતાં. જે અમારી નીતિઓ વિરુદ્ધ છે. આથી તેમના પર કાર્યવાહી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા હવે ભારતથી અંતર જાળવી રહ્યું છે?, આ મહત્વના મુદ્દે ન આપ્યો ભારતને સાથ 


ટ્વિટરનું કહેવું છે કે સસ્પેન્ડ થયેલા ખાતાઓમાંથી મુખ્યત્વ ચીની ભીષાઓમાં ટ્વિટ થઈ હતી. જો કે ટ્વિટર અધિકૃત રીતે ચીનમાં પ્રતિબંધિત છે અને ત્યાંના લોકો VPN કનેક્શનના માધ્યમથી સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરે છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલીસી ઈન્સ્ટિટ્યૂટ (Australian Strategic Policy Institute) મુજબ આ ચીની અભિયાનનું લક્ષ્યાંક વિદેશોમાં રહેતા ચીની નાગરિકો હતાં. ટ્વિટરે કહ્યું કે તેમણે 23750 એકાઉન્ટ્સની ઓળખ હાઈલી એન્ગેજ્ડ કોર નેટવર્ક તરીકે કરી છે. જેનો ઉપયોગ ચીનના સમર્થનવાળા કન્ટેન્ટ ટ્વિટ કરવા માટે થયો હતો અને 150,000 એવા ખાતા હતાં જે આ કન્ટેન્ટને પ્રમોટ કરવાનું કામ કરતા હતાં. ઉદાહરણ તરીકે કોર એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટને રિટ્વિટ કરવાની. 


એક સેક્સ સ્કેન્ડલે પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, જાણો કેમ 9 વર્ષે થયો ખુલાસો?


આ બાજુ સ્ટેનફોર્ડના રિસર્ચર્સના જણાવ્યાં મુજબ 23750 એકાઉન્ટ્સથી સામૂહિક રીતે 3,48,608 વાર રિટ્વિટ કરવામાં આવી. સ્ટેનફોર્ડ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરીની રિસર્ચ મેનેજર રેની ટિએસ્ટા (Renee DiResta) એ જણાવ્યું કે સંબંધિત એકાઉન્ટ્સથી કોવિડ 19ને પહોંચી વળવા માટે ચીનના વખાણ કરવાની સાથે સાથે અમેરિકા અને હોંગકોંગના પ્રદર્શનકારીઓ અંગે ટ્વિટ  કરવામાં આવી હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube