નવી દિલ્હી: કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન દુનિયાના 89 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. કમ્યુનિટી ટ્રાન્સમિશનના પગલે તેના કેસ 1.5 થી 3 દિવસમાં ડબલ થઈ રહ્યા છે. જ્યાં દુનિયાના મોટાભાગના દેશ કોરોના વાયરસ મહામારી અને ડેલ્ટા-ઓમિક્રોનનો પ્રકોપ ઝેલી રહ્યા છે ત્યાં બીજી બાજુ એવા પણ કેટલાક દેશ છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી. આવા કુલ 12 દેશ છે જેમાંથી 10 દ્વિપીય દેશ છે એમા પણ બે તો એવા દેશ છે જ્યાં તાનાશાહી વ્યવસ્થા છે. આથી ત્યાં સરહદને કડકાઈથી બંધ કરવામાં આવેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ મુજબ આ દેશોમાં કોરોનાના ઝીરો  કેસના દાવા થઈ રહ્યા છે. જો કે એ વાત અલગ છે કે કેટલાક દેશો એવા પણ હોઈ શકે કે તેમણે તેમના ત્યાં કેસ હોય પરતુ દર્શાવ્યા ન હોય. તેની સંભાવના નકારી શકાય નહીં કારણ કે ઉત્તર કોરિયા અને તુર્કમેનિસ્તાન જેવા દેશ પોતાના હેલ્થ ડેટાનો રિકોર્ડ સટીકતાથી આંતરરાષ્ટ્રીય સમૂહ સાથે શેર કરતા નથી. આવો જાણીએ એવા 10 દેશ જ્યાં કોરોનાનો એક પણ કેસ ચોપડે નોંધાયો નથી. 


1 તુર્કમેનિસ્તાન: મધ્ય એશિયામાં સ્થિત તુર્કમેનિસ્તાનમાં કોરોના મહામારી ન પહોંચી એ પોતાનામાં એક મોટો સવાલ છે. કારણ કે આ દેશની સરહદે જોડાયેલા તમામ દેશોમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોઈ શકાય ચે. જો કે તુર્કમેનિસ્તાને એક પણ કોરોના કેસની પુષ્ટિ કરી નથી. આ સાથે જ આકરાં ઉપાયો પણ તેણે ઉજમાવેલા છે. 


2. ઉત્તર કોરિયા: ઉત્તર કોરિયા સરહદો ચીન અને દક્ષિણ કોરિયા સાથે જોડાયેલી છે. આથી અનેક લોકોનું માનવું છે કે આ દેશમાં કોરોનાનો એક પણ કેસ ન હોય તે અશક્ય છે. પરંતુ ઉત્તર કોરિયાએ અધિકૃત રીતે પોતાના ત્યાં એક પણ કોરોના કેસની પુષ્ટિ કરી નથી. 2.5 કરોડની વસ્તીવાળા આ દેશે કડક લોકડાઉન અને મુસાફરી પ્રતિબંધો લાગૂ કરેલા છે. આ સાથે જ પોતાના દેશની સરહદો બંધ કરેલી છે. 


3. તોકેલાઉ: દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ત્રણ ઉષ્ણકટિબંધીય પ્રવાલ દ્વિપોથી ભેગા મળીને બનેલો આ દેશ છે તોકેલાઉ. ન્યૂઝીલેન્ડ પર આશ્રિત છે. અહીં કોઈ એરપોર્ટ નથી. તોકલાઉ જવા માટે એક માત્ર સાધન સમુદ્રી જહાજ છે. 


4. સેન્ટ હેલેના: સાઉથ એટલાન્ટિંક મહાસાગરમાં વસેલુ બ્રિટશ પ્રવાસી ક્ષત્ર સેન્ટ હેલેના એક ટાપુ દેશ છે. તે આફ્રિકાના દક્ષિણ-પશ્ચિમી તટથી 1950 કિમીના અંતરે આવેલું છે. એસેન્શન આઈલેન્ડ તેનાથી સૌથી નજીક છે જેનો ઉપયોગ અમેરિકી એરફોર્સ કરે છે. 


Corona Update: ઓમિક્રોનના જોખમ પર AIIMS પ્રમુખે આપી 'ચેતવણી'- કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહો


5. તુવાલુ: હવાઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવેલું તુવાલુ ત્રણ રીફ અને છ પ્રવાલ દ્વિપોથી બનેલું છે. તે 10 વર્ગ માઈલમાં ફેલાયેલો છે અને 10 હજારથી વધુ વસ્તી છે. અહીં અનિવાર્ય રીતે ક્વોરન્ટાઈન લાગૂ છે. આ સાથે જ તેણે સરહદોને બંધ કરીને કોરોના રોકવામાં સફળતા મેળવી છે. 


6. પિટકેર્ન દ્વિપ સમૂહ- પિટકેર્ન ટાપુ પ્રશાંત મહાસાગરમાં એકમાત્ર બ્રિટિશ પ્રવાસી ક્ષેત્ર છે. કહેવાય છે કે 50થી ઓછા પૂર્ણકાલિક રહેવાસી છે. આ ટાપુ એચએમએસ બાઉન્ટીના નાવિકોના વંશજો દ્વારા વસાવવામાં આવેલો છે. કોરોનાના કોઈ કેસ રિપોર્ટ ન થવા છતાં અમેરિકી સરકારે ટાપુઓ પર સંક્રામક રોગો મામલે ઉચ્ચ જોખમની ચેતવણી આપી છે. 


7. નિયુ- નિયુ ટાપુ ન્યૂઝીલેન્ડથી 2400 કિમીના અંતરે આવેલો છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે નિયુને ન્યૂઝીલેન્ડ તરફથી સતત મદદ મળે છે. 


Indian Railways Rule: ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ જાય તો મળશે વળતર, જાણો આ નિયમ


8. નાઉરુ- આકારના હિસાબે તે દુનિયાનો ત્રીજો સૌથી નાનો દેશ છે. તે ફક્ત આઠ વર્ગ માઈલમાં ફેલાયેલો છે. તેની વસ્તી લગભગ 10 હજાર જેટલી છે. નાઉરુએ પણ પોતાના પાડોશી ટાપુ દેશો કિરિબાતી મુજબ જ મુસાફરી પ્રતિબંધોના માધ્યમથી કોરોના વાયરસ પર અત્યાર સુધી કાબૂ મેળવેલો છે. 


9. કિરિબાતી- 32 પ્રવાલ દ્વિપો, વૃત્તાકાર કોરલ રીફ અને લાઈમ સ્ટોન દ્વિપ સમૂહ મળીને કિરિબાતીનો એક દેશ બને છે. તે હવાઈથી 3200 કિમીના અંતરે આવેલો છે. કિરિબાતી સૌથી શરૂઆતના દિવસોમાં મુસાફરી પ્રતિબંધો લગાવનારા દેશોમાં સામેલ છે. 


10 માઈક્રોનેશિયા- માઈક્રોનેશિયા 600થી વધુ દ્વિપોથી બનેલો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ અહીં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube