ફટાફટ મે મહિનાની આ તારીખો નોંધી લેજો! ગરમી જ નહીં, આંધી-વંટોળ સાથે વરસાદ ગુજરાતને ઘમરોળશે!
Gujarat Weather 2024: ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. કચ્છ, પોરબંદર, ભાવનગર, વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતા છે. જેથી આ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણનો અનુભવ રહેશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે.
મે મહિના માટે ઘાતક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
આંધી સાથે વરસાદ આવશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. અંબાલા પટેલે તારીખ સાથે વરસાદની આગાહી કરી દીધી છે.
8 થી 14 જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા
આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેશે
હાલમાં ગુજરાત પર આવતા પવનની દિશા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. જેથી તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેશે. ત્યારબાદ એકથી બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓનું તાપમાન 41 ડિગ્રી ઉપર જતું રહેતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એપ્રિલ મહિનામાં ગયા વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. એપ્રિલ મહિનામાં હીટવેવની સ્થિતિ સૌથી વધુ જોવા મળી હતી. ત્યારે હવે મે મહિનો પણ સૌથી વધુ ગરમીનો રેકોર્ડ તોડશે તેવી આગાહી છે.
મે મહિનો તમામ રેકોર્ડ તોડશે
મે મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી પડશે. જેમ અતિથી ભારે વરસાદની આગાહી હોય છે, તેમ મે મહિનામાં આ વિસ્તારોમાં અતિથી ભારે હીટવેવની આગાહી છે. હીટવેવ બાબતે મે મહિનો તમામ રેકોર્ડ તોડશે તેવુ અનુમાન છે. આ કારણે સરકારી એજન્સીઓ દ્વારા સ્વાસ્થયને લઈને ચેતવણી જાહેર કરાઈ છે.
હીટવેવની આગાહી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી તાપમાન, તો જ્યારે ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ છે.પોરબંદર, ભાવનગર, કચ્છ અને દીવ અને વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો હીટવેવની સામે હવામાન વિભાગે લોકોને સલાહ આપી કે, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું, અને આછા રંગના કપડા પહેરવા, તેમજ માથું ઢાંકવું.
Trending Photos