કાબુલઃ અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ પાછલી 24 કલાકમાં મોટુ ઓપરેશન ચલાવ્યું છે. આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય 45 આતંકવાદીઓને ઈજા થયાના સમાચાર છે. સુરક્ષા દળોએ 15 રાજ્યોમાં 18 ઓપરેશનોને અંજામ આપ્યો છે. આ ઓપરેશનમાં 5 આતંકવાદીઓને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે કહ્યું, 'પાછલા 24 કલાકથી અફઘાનિસ્તાનના 15 પ્રાંતમાં ચલાવવામાં આવી રહેલા 18 ઓપરેશનમાં અમે 109 આતંકીઓને ઠાર કર્યાં છે. તેમાં 45 આતંકી ઘાયલ થયા છે અને 5 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.' તમામ આતંકી ક્યાં સંગઠનના હતા તેને લઈને રક્ષા મંત્રાલય કોઈ જાણકારી આપી નથી. 

જુઓ Live TV 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube