#10YearsChallange : આ કોઈ ચેલેન્જ નહીં પરંતુ સૌથી મોટી `છેતરપિંડી` હતી
શું તમે પણ #10YearChallange દ્વારા ફેસબૂક પર કંઈ પોસ્ટ કર્યું છે, દુનિયાભરના ટેક્નોલોજી એક્સપર્ટ્સે આ ચેલેન્જ સામે સવાલ ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે, આમ કરીને ફિસયલ રિકગ્નાઈઝેશન દ્વારા લોકોનો ડેટા ચોરી કરાયો છે
નવી દિલ્હીઃ ડિજિટલ ક્રાંતિ અને સોશિયલ મીડિયાના યુગમાં આજે આપણે એક એવી સ્થિતીમાં પહોંચી ગયા છીએ કે જેમાં કોઈ પણ ચેલેન્જ રાતોરાત હિટ થઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર #10YearChallange ચાલી રહી છે. આ ચેલેન્જમાં લોકોએ માત્ર ફેસબુક જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ વેબસાઈટ્સ પર પોતાના બે પ્રકારના ફોટો અપલોડ કર્યા હતા. એક હતો તાજેતરનો ફોટો અને બીજો હતો 10 વર્ષ જૂનો ફોટો.
આમ જોવા જઈએ તો લોકોને આમાં મજા પડી ગઈ હતી, પરંતુ હવે આ ચેલેન્જ સામે દુનિયાના અનેક ટેક્નોલોજી એક્સપર્ટ્સ દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા છે. એક્સપર્ટ્સનો દાવો છે કે, તાજેતરના ફોટા દ્વારા તમારું ફેસિયલ રિકગ્નાઈઝેશન ચોરી થયું છે. સરળ ભાષામાં કહીએ તો, તેના દ્વારા તમારો તમામ ડેટા ચોરી થઈ ગયો, જે તમારી તમામ વસ્તુઓને સુરક્ષિત રાખે છે. લગભગ 5.5 કરોડ યુઝર્સ આ હેશટેગ સાથે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અપલોડ કરી ચૂક્યા છે.
તમને શું નુકસાન પહોંચ્યું છે?
આ બાબતને એવી રીતે સમજો કે અગાઉ પાસવર્ડ કે પિન દ્વારા ડિજિટલ વસ્તુઓને સુરક્ષિત રાખવામાં આવતી હતી. ત્યાર પછી આંગળીઓના નિશાન આવ્યા અને હવે જે નવી ટેક્નોલોજી સાથે કામ ચાલી રહ્યું છે તે છે ફેસિયલ રિકગ્નાઈઝેશન. એટલે કે, ફોનનું લોક ખોલવાથી માંડીને પેમેન્ટ કરવા સુધીના કામમાં માત્ર તમારો ચહેરો સ્કાન કરવાની જરૂર રહેતી હતી. જેમ કે, આપણે ત્યાં પણ આધાર કાર્ડમાં ફેસિયલ રિકગ્નાઈઝેશન લેવામાં આવ્યું છે.
વિચિત્ર બિમારીઃ આ શખ્સના હાથ અને પગમાં ઊગે છે ઝાડ, કહેવાય છે 'ટ્રી મેન'
ટેક્નોલોજી એક્સપર્ટ્સનો દાવો છે કે, હવે તમે કેવા દેખાઈ રહ્યા છો તે જાણવા માટે સાયબર ક્રાઈમ કરતા લોકોએ #10YearsChallange ની મદદ લીધી હતી. આ ચેલેન્જમાં માત્ર ભારતના જ નહીં, પરંતુ દુનિયાભરની ટોચની સેલિબ્રિટી, ઉદ્યોગપતિ અને સામાજિક ક્ષેત્રે જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો.. સાથે જ ઘણી સંસ્થાઓએ પણ તેમાં તસવીરો પોસ્ટ કરી હતી. આ ચેલેન્જ ફેસબુક દ્વારા ભારતના નાના-નાના શહેરોથી ગામડાં સુધી પહોંચી ગઈ હતી. ટેક્નોલોજી એક્સપર્ટ્સનો દાવો છે કે, આ રીતે મોટા પ્રમાણમાં લોકોનો ડાટા ચોરી કરવામાં આવ્યો છે.
ગબ્બર પર્વત પર કાચના પુલ પર ચાલવા તૈયાર થઈ જાઓ, થયા MOU
ડાટાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે?
આ અભિયાન દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર કામ કરતી મશીનને કોઈ વ્યક્તિના એવા બે ફોટા મળી જશે જેમાં 10 વર્ષનું અંતર છે. તેની મદદથી મશીનને એ ઓળખવાનું સરળ બની જશે કે, 10 વર્ષના અંદર એ વ્યક્તિનો ચહેરો કેટલો અને કેવી રીતે બદલાયો છે.
આવા મોટા પ્રમાણમાં મળેલા ડાટાના અભ્યાસથી એવી અલ્ગોરિધમ તૈયાર કરવાનું શક્ય બની શકે છે, જેની મદદથી કોઈ પણ વ્યક્તિના 10 વર્ષ જૂના ફોટા દ્વારા તેના આજના ચહેરાનો સચોટ અંદાજ લગાવી શકાયછે. આ એક રીતે તમારી ઓળખ ચોરી કરવાનું માધ્યમ બની શકે છે.
152 વર્ષ જૂની પરંપરામાં મોદી સરકાર કરી શકે છે ધરખમ ફેરફાર, બદલાશે નાણાકીય વર્ષ!
કોણે ઉઠાવ્યો અવાજ?
લેખિકા કેટ ઓ'નીલે પોતાની પોસ્ટમાં આ સમગ્ર અભિયાન પાછળના ઈરાદા સામે સવાલ ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું કે, આ અભિયાનના નામે લોકો અજાણતા જ મોટી ટેક્નોલોજી કંપનીઓને એક વિશેષ પ્રકારનો ડાટા સોંપી રહ્યા છે. કેટ પ્રૌદ્યોગિકી અને ટેક્નોલોજી લેખનના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે.
આથી તેના દ્વારા આ અભિયાન સામે શંકાની આંગળી ચિંધ્યા બાદ અનેક ટેક એક્સપર્ટ્સે પણ આ ચેલેન્જ સામે શંકા વ્યક્ત કરી છે. કેટને લાગે છે કે આ અભિયાન માત્ર તસવીરો પોસ્ટ કરીને એક આનંદ લેવા માટેનું નથી, પરંતુ મોટી ટેક કંપનીઓ તેની મદદથી એક ખાસ ડાટા એકઠો કરી રહી છે. આ અભિયાન બેઠા-બેઠા જ લોકોનાં ચહેરા ઓળખવાની તક આપી રહ્યું છે.
ICC Awards : કોહલી બન્યો દુનિયાનો 'સૌથી વિરાટ ખેલાડી' અને કેપ્ટન
તેની મદદથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓને લોકોના ચહેરા ઓળખવા માટેના વધુ અસરકારક સોફ્ટવેર વિકસિત કરવામાં મદદ મળશે. તેઓ આટલા વિશાળ પ્રમાણમાં મળેલા ચહેરાઓનો અભ્યાસ કરીને એક ચોક્કસ કમ્પ્યૂટર આધારિત ફેસિયલ રિકગ્નાઈઝેશનની ટેક્નોલોજી વિકસાવી શકશે. સોશિયલ મીડિયાને સૌ પ્રથમ વખત ચલણમાં લાવનારી ફેસબૂક કંપની ઉપર પણ ડાટા ચોરીના આરોપો લાગી ચૂક્યા છે એ વાત તો સૌ જાણે છે. જોકે, વર્તમાન ચેલેન્જ અંગે ફેસબૂકે ડાટા ચોરી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
એટલે, હવે સોશિયલ મીડિયા પર આવતી આવી કોઈ પણ પ્રકારની ચેલેન્જમાં ભાગ લેતાં પહેલા 1000 વખત વિચારી લેજો, નહિંતર ક્યાંક તમારો કિંમતી ડેટા ચોરી ન થઈ જાય.