Gunmen Attacked Northern Mexican City: મેક્સિકોની જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા અનુસાર, રવિવારે ઉત્તરી મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં 14 લોકો માર્યા ગયા હતા અને 24 કેદીઓ ભાગી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિહુઆહુઆ સ્ટેટ પ્રૉસિક્યૂટરની ઑફિસ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે હુમલા દરમિયાન મોટી સંખ્યામાં બંદૂકધારીઓ સશસ્ત્ર વાહનોનો ઉપયોગ કર્યો હતો. મૃતકોમાં 10 જેલ ગાર્ડ અને સુરક્ષા એજન્ટો સામેલ છે. 


મેક્સિકન સિટીની જેલ પર હુમલો
ચિહુઆહુઆ સ્ટેટ પ્રૉસિક્યૂટરની કચેરીએ જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ રવિવારે ઉત્તરી મેક્સિકન શહેર સિઉદાદ જુઆરેજની એક જેલમાં 14 લોકોની હત્યા કરી હતી. જ્યારે 24 કેદીઓ ભાગવામાં સફળ થયા . વધુમાં જણાવવામાં આવ્યું કે હુમલાના થોડા સમય પહેલા સશસ્ત્ર માણસોએ બુલેવાર્ડ પાસે નગરપાલિકા પોલીસ પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ જેલની બહાર સુરક્ષા એજન્ટોના અન્ય જૂથ પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ


ફાયરિંગ પછી અફરા તફરી
મળતી માહિતી અનુસાર કેટલાક કેદીઓના સંબંધીઓ નવા વર્ષ નિમિત્તે તેમને મળવા માટે કેમ્પસની બહાર રાહ જોઈ રહ્યા હતા. તેવામાં બંદૂકધારીઓના ફાયરિંગની ઘટના બાદ જેલ અને તેની આસપાસના વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે જેલની અંદર કેટલાક તોફાની કેદીઓએ અનેક વસ્તુઓને આગ લગાવી હતી અને જેલના રક્ષકો સાથે અથડામણ થઈ હતી.. જો કે 24 કેદીઓ કેવી રીતે ભાગી ગયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ હુમલા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube