14 વર્ષની ભારતીય-અમેરિકી કિશોરીએ COVIDની સારવાર માટે કરી મહત્વની શોધ, મળ્યું મોટું ઈનામ
અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રિસ્કો શહેરમાં રહેનારી અનિકા ચેબ્રોલૂએ 2020ની 3M Young Scientist Challenge જીતી છે, આ સાથે તેને 25 હજાર ડોલરનો પુરસ્કાર મળ્યો છે.
નવી દિલ્હીઃ જ્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની સારવાર માટે એક પ્રભાવી વેક્સિન શોધવામાં લાગ્યા છે, ત્યારે એક 14 વર્ષીય ભારતીય-અમેરિકી યુવતીએ COVID -19ના સંભવિત ઉપચાર (Potential Cure)ની શોધ કરવા માટે 25,000 ડોલરનો પુરસ્કાર જીત્યો છે.
અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રિસ્કો શહેરમાં રહેનારી અનિકા ચેબ્રોલૂએ 2020ની 3M Young Scientist Challenge જીતી છે, આ સાથે તેને 25 હજાર ડોલરનો પુરસ્કાર મળ્યો છે.
આ શોધ કરી
અનિકાએ એક એવા લીડ મોલીક્યૂલની શોધ કરી છે જે કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને પસંદ કરી બાંધી શકે છે. અનિકાએ જણાવ્યું- પાછલા બે દિવસમાં મે જોયું કે મારા પ્રોજેક્ટ વિશે મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે, કારણ કે તેમાં SARS-CoV-2 વાયરસ સામેલ છે. તે દર્શાવે છે કે આ મહામારીને અતમ કરવાની આપણી સામુહિક ઈચ્છાઓ કેટલી પ્રબળ છે. બધાની જેમ હું પણ ઈચ્છુ છું કે આપણે જલદી પહેલાની જેમ સામાન્ય જીવન તરફ પરત ફરીએ.
આ ભારતીય-અમેરિકી કિશોરીએ જણાવ્યું કે, તેમનો પ્રથમ ઇરાદો કોરોના વાયરસની સારવાર શોધવા પર કેન્દ્રીત નહતો. તે શરૂઆતમાં ઇન-સિલિકો મેથર્ડ (એવી વિધિ જેમાં કમ્પ્યૂટર પર પ્રયોગ કરી જોવામાં આવે છે, તેને કમ્પ્યૂટર સિમુલેશન પણ કરે છે)નો ઉપયોગ કરી ઇન્ફ્લૂએન્જા વાયરસના પ્રોટીનને બાઁધવા માટે એક લીડ કમ્પાઉન્ડ શોધવા ઈચ્છતી હતી.
Coronavirus : વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર, 11 લાખથી વધુ મૃત્યુ
અનિકાએ કહ્યું- કોવિડ 19 મહામારીની ગંભીરતાને જોતા મેં મારા મેન્ટરની મદદથી પોતાના શોધની દિશા બદલી નાખી અને SARS-CoV-2 વાયરસને ટાર્ગેટ કર્યો.
તેણે જણાવ્યું કે, 1918મા ફેલાયેલ ફ્લૂ મહામારી વિશે મળેલી જાણકારીએ તેને વાયરસની સંભવિત સારવાર શોધવા માટે પ્રેરિત કરી હતી.
ત્યારબાદ જ્યારે અનિકાને જાણવા મળ્યું કે, દર વર્ષે અમેરિકામાં એન્ટી-ઇન્ફ્લૂએન્ઝા ડ્રગ્સ અને વાર્ષીક રસીકરણ બાદ પણ ઘણા લોકોના મોત ઇન્ફ્લૂએન્ઝા (Influenza ) થી થાય છે, તો તેણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું મન બનાવી લીધું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube