સાઉદીના શાહી પરિવારના 150 સભ્યોને જીવલેણ કોરોનાનો ચેપ?, કિંગ સલમાન આઈસોલેટ થયા
ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના દિગ્ગજ નેતાઓ, અભિનેતા, શાહી પરિવાર...સામાન્યથી માડીને વીવીઆઈપી લોકોને પોતાના ભરડામાં લઈ લીધા છે. હવે કોરોના વાયરસે સાઉદી અરબના શાહી પરિવારને પોતાની લપેટમાં લીધા છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સાઉદી અરબના સત્તારૂઢ શાહી પરિવારના 150 જેટલા સભ્યો કોરોના વાયરસના ચેપની આશંકાને કારણે આઈસોલેશનમાં છે.
નવી દિલ્હી: ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના દિગ્ગજ નેતાઓ, અભિનેતા, શાહી પરિવાર...સામાન્યથી માડીને વીવીઆઈપી લોકોને પોતાના ભરડામાં લઈ લીધા છે. હવે કોરોના વાયરસે સાઉદી અરબના શાહી પરિવારને પોતાની લપેટમાં લીધા છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ સાઉદી અરબના સત્તારૂઢ શાહી પરિવારના 150 જેટલા સભ્યો કોરોના વાયરસના ચેપની આશંકાને કારણે આઈસોલેશનમાં છે.
કોરોનાવાયરસ: એક અંતિમ સંસ્કારે કેવી રીતે અમેરિકાને 'તબાહ' કરી નાખ્યું? જાણવા જેવો છે કિસ્સો
કોરોના વાયરસની ચપેટમાં આવ્યા બાદ સાઉદી અરબના પ્રિન્સ ફૈસલ બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદને આઈસીયુમાં રાખવામાં આવ્યાં છે. ફૈસલ સાઉદી અરબની રાજધાની રિયાધના ગવર્નર પણ છે. આ ઉપરાંત સાઉદી અરબના 84 વર્ષના કિંગ સલમાન જેદ્દાના નીકટના લોકો આઈસોલેશનમાં ગયા છે. જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સહિત શાહી પરિવારના અન્ય સભ્યો અને મંત્રી દૂરદૂરના વિસ્તારોમાં આઈસોલેશનમાં છે.
કોરોનાથી ભારત સહિત દુનિયા આખી થઈ રહી છે પાયમાલ, પણ ચીનને મળી ગયો 'કુબેરનો ખજાનો'
ન્યૂયોર્ક ટાઈમ્સે કિંગ ફૈસલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલા હાઈ એલર્ટ મેસેજ અને શાહી પરિવારના નીકટના લોકો પાસેથી મળેલી સૂચનાના આધારે આ જાણકારી આપી છે. સાઉદી અરબના શાહી પરિવારની સારવાર કરી રહેલા ડોક્ટર હવે હોસ્પિટલમાં 500 બેડની પણ વ્યવસ્થા કરી રહ્યાં છે. જેથી કરીને શાહી પરિવાર અને તેમના સંપર્કમાં આવનારા વીઆઈપી લોકોની ત્યાં સારવાર થઈ શકે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube