એવું કહેવાય છે કે જીવન અને મરણ એ ઉપરવાળાના હાથમાં છે પરંતુ અનેકવાર કોઈના મોત બાદ ચમત્કારિક રીતે જીવિત થવાના દાવા પણ કરવામાં આવ્યા છે. એક 16 વર્ષનો છોકરો સેમી બરકો...તેની સાથે પણ કઈંક આવું થયું હોવાનો દાવો છે કે આ છોકરો થોડી મિનિટ માટે નહીં પરંતુ પૂરા બે કલાક માટે મૃત્યુ પામ્યો હતો. ટેક્સાસના મિસૌરી શહેરમાં રોક ક્લાઈમ્બિંગ માટે ગયેલા સેમીને હાર્ટ એટેક આવ્યો અને તેના શરીરે રિસ્પોન્સ આપવાનું જ બંધ કરી દીધુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે કલાક સુધી સીપીઆર
સેમીને હોસ્પિટલ લઈ જવાયો. બિલકુલ રિસ્પોન્સ આપતો નહતો. આમ છતાં તેની બચાવવામાં લાગેલા ડોક્ટરોએ તેને બે કલાક સુધી સીપીઆર આપ્યો. છતાં જ્યારે કોઈ ફાયદો ન થયો તો ડોક્ટરોએ સેમીના પરિવારને કહી દીધુ કે તે મરી ગયો છે. પરંતુ ભાગ્યને કઈ બીજુ જ મંજૂર હતું. 


કથિત રીતે અચાનક પરિવારે સેમીના શરીરમાં મૂવમેન્ટ જોઈ. સેમીની માતા જેનિફરે જોરથી બૂમો પાડી- ઓહ માય ગોડ-- તે હલી રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમણે આવો ચમત્કાર ક્યારેય જોયો નથી. જેનિફરે કહ્યું કે અચાનક ભગવાને અમારું સાંભળ્યું અને અમારો છોકરો મરીને જીવતો થઈ ગયો. 


'પિતાએ ઘર ન વેચતાં 6.5 વર્ષની દીકરી પર બળાત્કાર કરી પતાવી દીધી', અતીકનો અત્યાચાર


BJP શાસિત આ રાજ્યના CMની જઈ શકે છે ખુરશી, પાર્ટીના ધારાસભ્યોએ ખોલ્યો મોરચો


બિલકિસ કેસ: SC એ પૂછ્યું- દોષિતોને કેમ છોડ્યા? આજે બિલકિસ છે કાલે કોઈ બીજું હશે


સેમીને થયો હતો શોર્ટ ટર્મ મેમરી લોસ
ડોક્ટરોનું કહેવું છે કે સેમીના મગજમાં લાંબા સમય સુધી ઓક્સીજન પહોંચ્યો નહતો. આથી  એવું માનવામાં આવી રહ્યું હતું કે તેને સૂપર રેર જેનેટિક ડિસોર્ડર થયો છે જેણે તેના હાર્ટને અસર કરી છે. જેને Catecholaminergic polymorphic ventricular tachycardia (CPVT) કહે છે. પરંતુ એવું નહતું, તેને ફક્ત શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હતો. તેને સમગ્ર ઘટના બરાબર યાદ નથી પરંતુ થોડી સેકન્ડની કહાની ટુકડામાં વાતો યાદ આવી રહી હતી. સેમીનું કહેવું છે કે તે દિવસે શું થયું તે બરાબર યાદ નથી. ઘટના બાદ સેમી બરાબર ઠીક થયો ત્યાં સુધી લગભગ એક મહિનો હોસ્પિટલમાં જ રહ્યો. જો કે હવે તે એકદમ બરાબર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube