Bilkis Bano Rape Case: સુપ્રીમે ગુજરાત સરકારને લગાવી ફટકાર, કહ્યું- બિલકિસ બાનોના દોષિતોના છૂટકારાથી શું સંદેશ આપી રહ્યા છો?

સુપ્રીમ કોર્ટમાં આજે બિલકિસ બાનો કેસની અરજી પર સુનાવણી થઈ. આ અરજીમાં તેમણે ગુજરાત સરકાર પર પોતાના કેસના દોષિતોને સમય પહેલા છોડી મૂકવાનો આરોપ લગાવ્યો  હતો. તેમણે પોતાની અરજીમાં 11 દોષિતોને છોડી મૂકવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે. 

Bilkis Bano Rape Case: સુપ્રીમે ગુજરાત સરકારને લગાવી ફટકાર, કહ્યું- બિલકિસ બાનોના દોષિતોના છૂટકારાથી શું સંદેશ આપી રહ્યા છો?

સુપ્રીમ કોર્ટમાં આજે બિલકિસ બાનો કેસની અરજી પર સુનાવણી થઈ. આ અરજીમાં તેમણે ગુજરાત સરકાર પર પોતાના કેસના દોષિતોને સમય પહેલા છોડી મૂકવાનો આરોપ લગાવ્યો  હતો. તેમણે પોતાની અરજીમાં 11 દોષિતોને છોડી મૂકવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની  બેન્ચે સુનાવણી દરમિયાન સરકારને દોષિતોના છૂટકારાનું કારણ પૂછ્યું. કેસની આગામી સુનાવણી 2જી મેના રોજ બપોરે 2 વાગે થશે. 

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું કે આખરે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું કે ક્યારેય સત્તાનો ગેરકાયદેસર પ્રયોગ ન થાય. સુપ્રીમે કહ્યું કે આજે બિલકિસ છે કાલે કોઈ બીજુ હશે. આ એક એવો મામલો છે જ્યાં એક ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ થયો અને તેના સાત સંબંધીઓની હત્યા કરી નાખવામાં આવી. અમે તમને (ગુજરાત સરકાર)ને તમામ રેકોર્ડ રજૂ કરવાનું કહ્યું હતું. અમે જાણવા માંગીએ છીએ કે શું તમે તમારો વિવેક વાપર્યો છે? જો હા તો અમને જણાવો કે તમે કઈ સામગ્રીને છૂટકારાનો આધાર બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે ફકત એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે શક્તિનો વાસ્તવિક પ્રયોગ થાય. સત્તાનો દૂરઉપયોગ ન થાય. જે પ્રકારે અપરાધ થયો હતો તે ભયાનક છે. 

કોર્ટે વધુમાં કહ્યું કે દોષિત ઠેરવાયેલા દરેક વ્યક્તિને એક હજાર દિવસતી વધુના પેરોલ મળેલા છે. અમારું માનવું છે કે જ્યારે તમે શક્તિનો પ્રયોગ કરો છો તો તે જનતાની ભલાઈ માટે થવો જોઈએ. પછી ભલે તમે ગમે તે હોવ, તમે કેટલાય ઊંચા કેમ ન હોવ, ભલે રાજ્ય પાસે વિવેક હોય? તે જનતાની ભલાઈ માટે હોવું જોઈએ. આમ કરવું એક સમુદાય અને સમાજ વિરુદ્ધ અપરાધ છે. કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે દોષિતોનો છૂટકારો કરીને તમે શું સંદેશ આપી રહ્યા છો? તમે સફરજનની સરખામણી સંતરા સાથે કેવી રીતે કરી શકો? એટલું જ નહીં તમે એક વ્યક્તિની હત્યાની સરખામણી નરસંહાર સાથે કેવી રીતે કરી શકો?

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે વારંવાર કહેવા છતાં ગુજરાત સરકાર ઉમરકેદના દોષિતોના સમય પહેલા છૂટકારા અંગેના કાગળો અમારી સામે લાવતી નથી. જો તમે અમને ફાઈલો નહીં દેખાડો તો અમે અમારા તારણો કાઢી લઈશું. આ સાથે જ જો તમે ફાઈલ રજૂ નહીં કરો તો તમે કોર્ટની અવમાનના કરી રહ્યા છો. આવામાં અમે સ્વયં: ધ્યાનમાં લઈને અનાદરનો કેસ શરૂ કરી શકીએ છીએ. 

ગુજરાત સરકારે રજૂ કર્યો પોતાનો પક્ષ
સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી ASG SV રાજૂએ કહ્યું કે અમે એ આદેશ પર પુર્નવિચારની માંગણી કરી રહ્યા છે જેમાં અમે આ કોર્ટ દ્વારા જારી કરાયેલી ફાઈલો રજૂ કરવા માટે કહેવાયું છે. અમે રિવ્યૂ દાખલ કરી રહ્યા છીએ. અમે ફાઈલો રજૂ કરવા માટે સમય પણ માંગ્યો છે. આ સરકારનો વિશેષાધિકાર છે. એસવી રાજૂએ કહ્યું કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક દુષ્કર્મ અને પરિવારના સાત સભ્યોની હત્યાના મામલે રાજ્ય સરકારના 11 દોષિતોને છોડી મૂકવાના નિર્ણય વિરુદ્ધ પણ એક અરજી પણ દાખલ કરાઈ છે. જેમાં તેમણે કહ્યું છે કે દુષ્કર્મના દોષિતોને સમય પહેલા થયેલા છૂટકારાએ સમાજના અંતરાત્માને ઝંઝોળીને મૂકી દીધો છે. ગત સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે છૂટકારા પર સવાલ ઉઠાવ્યા હતા. શું છોડી મૂકવા એ ગુજરાત સરકારનો અધિકાર ક્ષેત્ર હતો? કયા અધિકાર ક્ષેત્ર હેઠળ ગુજરાતે છૂટકારો કર્યો? અમે આ બધા પહેલુઓ પર વિચાર કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news