Biparjoy Cyclone: બિપરજોય જ નહીં એશિયા પર જોખમ બની ભમી રહ્યા છે વધુ 2 વાવાઝોડા
Biparjoy Cyclone: લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બિપરજોયનું જોખમ ટળી જાય... પરંતુ તમને જણાવી દઈએ કે આ સમયે માત્ર બિપરજોય જ નહીં એશિયા પર 3 વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે.
Biparjoy Cyclone: આજે બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાંજે 4 વાગ્યે ગુજરાતના કચ્છના જખૌના દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. આ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાશે પરંતુ તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખી 70 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બિપરજોયનું જોખમ ટળી જાય... પરંતુ તમને જણાવી દઈએ કે આ સમયે માત્ર બિપરજોય જ નહીં એશિયા પર 3 વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે.
આ પણ વાંચો:
Biparjoy Cyclone: વાવાઝોડાના કારણે અમે બરબાદ થઈ જશું... કચ્છના જહાજ નિર્માતાની ચિંતા
આજે સાંજે કચ્છના જખૌમાં ટકરાશે બિપરજોય, 74,000થી વધુ લોકોનું સ્થળાંતર, સેના એલર્ટ
ગુજરાત પર વાવાઝોડાનું મહાસંક્ટ! 8 જિલ્લાના 74 હજાર લોકોનું સ્થળાંતર, સામે આવી આ વાતો
બિપરજોય
પહેલું વાવાઝોડું બિપરજોય છે. જેની શરુઆત 4 જૂને અરબી સમુદ્રમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ હતી અને હવે તે તીવ્ર વાવાઝોડું બની આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના અનુમાન અનુસાર બિપરજોય 15 જૂને સાંજે કચ્છમાં ત્રાટકશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયે તેની સ્પીડ 145 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. લેન્ડફોલ બાદ ધીરે ધીરે વાવાઝોડું નબળું પડી જશે.
બીજું વાવાઝોડું
4 જૂને જ દક્ષિણ ચીન સાગરમાં બીજું વાવાઝોડું શરૂ થયું હતું અને તેની ઝડપ પણ 30 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જે 6 જૂને ચીનના હૈનાન સાથે ટકરાયું હતું. હેનાનમાં ભારે પવન સાથે વરસાદ હજુ પણ ચાલુ છે. ત્યારબાદ વાવાઝોડું 14 જૂને તાઈવાન તરફ આગળ વધ્યું હતું. આ વાવાઝોડું 16 જુને સમાપ્ત થઈ જશે.
ત્રીજું વાવાઝોડું
એશિયામાં ત્રીજું વાવાઝોડું 5 જૂને ફિલિપાઈન્સ દરિયામાં શરૂ થયું હતું. તે સમયે તેની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક હતી પરંતુ જેમ જેમ તે આગળ વધ્યું તેમ તેની ઝડપ 155 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. આ વાવાઝોડું જાપાનના ટોક્યો સાથે ટકરાશે તેવી આગાહી હતી પરંતુ વાવાઝોડાની દિશા બદલી અને તે સમુદ્રમાં જ આગળ વધી રહ્યું છે અને ત્યાં જ સમાપ્ત થઈ જશે.