નેપલ્સ, ઈટલી: ઈટલી (Italy)ના નેપલ્સ (Naples)માં એક હોસ્પિટલના કાર પાર્કિંગમાં વિશાળ ખાડો (Sinkhole) થઈ પડી ગયો છે. આ 20 મીટર ઊંડો ખાડો છે અને એટલો મોટો કે, તેની પાસે સ્થિત Covid-19 ફેસિલિટીને અસ્થાયી રીતથી બંધ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોત જોતામાં ફાટી ગઈ જમીન
શુક્રવારની સવારે એક જાણીતી હોસ્પિટલના કાર પાર્કિગની જમીન ફાટવા લાગી અને ત્યાં એક મોટો હોલ બની ગયો. 2,000 વર્ગ મીટર (21,527 વર્ગ ફૂટ)માં બનેલો ખાડો 20 મીટર (66 ફૂટ) ઉંડો છે અને કાર પાર્કિંગના સેન્ટરમાં છે. તેના કારણે પાસે બનેલી એક બિલ્ડિંગનો રસ્તો બંધ થઈ ગયો છે. જેમાં કોવિડ-19 દર્દી રહે છે. જો કે, ઘટનામાં કોઈ જાનહાની થયાના સામાચાર નથી.


આ પણ વાંચો:- બ્રિટનથી આવ્યો નથી Covid-19નો નવો વેરિએન્ટ, આ દેશમાં પહેલેથી હતો અસ્તિત્વમાં: ફ્રાંસ સ્વાસ્થ્ય મંત્રાલય


અંડરગ્રાઉન્ડ વોટરના કારણે બન્યો સિંકહોલ
સિંકહોલ બન્યા બાદ અહીંનો વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. હોસ્પિટલને વીજળી અને પાણી મળતું નથી પરંતુ બેકઅપ તૈયાર રાખવાના કારણે હોસ્પિટલનું સંચાલન અને સેવાઓ ચાલુ છે.


સ્થાનિક અધિકારીઓનું માનવું છે કે, હાલમાં જ થયેલા વરસાદના કારણે અહીં વધારે પ્રમાણમાં અંડરગ્રાઉન્ડ પાણી ભરાઈ ગયા જેમાં જમીન ફાટી ગઈ.


આ પણ વાંચો:- ઇંડોનેશિયા: જકાર્તાથી ઉડાન ભરતાં જ ફ્લાઇટ સાથે તૂટ્યો સંપર્ક, 59 મુસાફરો હતા સવાર


પ્રાદેશિક રાજ્યપાલે લોકોને ખાતરી આપી છે કે કેર હોમ ટૂંક સમયમાં ફરી ખોલવામાં આવશે અને COVID-19ના રહેવાસીઓની સેવાઓ વહેલી તકે પુન:સ્થાપિત કરવામાં આવશે. આ સાથે જ કેસની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube