ઇંડોનેશિયા: જકાર્તાથી ઉડાન ભરતાં જ ફ્લાઇટ સાથે તૂટ્યો સંપર્ક, 59 મુસાફરો હતા સવાર

જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે તે પણ બોઇંગનું 737 મેક્સ સીરીઝનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિમાનની સુરક્ષાને લઇને પહેલાં પણ સવાલ ઉભા થયા છે. 

Updated By: Jan 9, 2021, 05:17 PM IST
ઇંડોનેશિયા: જકાર્તાથી ઉડાન ભરતાં જ ફ્લાઇટ સાથે તૂટ્યો સંપર્ક, 59 મુસાફરો હતા સવાર

જકાર્તા: ઇંડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક ફ્લાઇટ ગુમ થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ શ્રીવિજયા એરની ફ્લાઇટ નંબર એસજે 182માં 59 મુસાફર છે. આ વિમાનની શોધખોળ માટે બચાવ અભિયાનને શરૂ કરી દીધું છે. અત્યાર સુધી ફ્લાઇટના લોકેશન વિશે કોઇ જાણકારી મળી શકી છે.  

ફ્લાઇટ રડાર 24 (FlightRadar24) ના અનુસાર આ વિમાન બોઇંગ 737-500 શૃંખલાનું છે. જેને શનિવારે સાંજે જકાર્તાના સોકાર્નો હટ્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉડાન ભર્યાના ચાર મિનિટ બાદ જ વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. 

1 મિનિટમાં 10 હજાર ફૂટ નીચે આવ્યું વિમાન
રડાર પર આ વિમાનને 10 હજાર ફૂટની ઉંચાઇ માત્ર એક મિનિટમાં ગુમાવતાં ટ્રેક કરવામાં આવ્યું છે. ત્યારબાદથી કોઇ અનહોનીની આશંકા વધી ગઇ છે. જો આટલી ઝડપથી કોઇ વિમાન નીચે આવે છે તો ક્રેશ હોવાની સંભાવના વધી જાય છે. બીજી તરફ ઇંડોનેશિયાની સરકારે બચાવ કાર્ય માટે રાહત ટીમોને સક્રિય કરી દીધી છે. 

શું તમે પ્રેમ અને ક્રશમાં Confused છો? આ રીતે ખબર પડશે હાલ-એ-દિલ

વિવાદોમાં રહ્યું છે બોઇંગનું 737 મેક્સ વિમાન
જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે તે પણ બોઇંગનું 737 મેક્સ સીરીઝનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિમાનની સુરક્ષાને લઇને પહેલાં પણ સવાલ ઉભા થયા છે. સમાચાર મળ્યા છે કે બોઇંગ આ વિમાનનું પ્રોડક્શન પણ બંધ કરવાનું વિચાર કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube